માતા – એ માત્ર એક શબ્દ નથી, તે એક મમતાભર્યું આકાશ છે, જેમાં અમૂલ્ય પ્રેમ, નિસ્વાર્થ સેવા અને અનંત આશીર્વાદ છુપાયેલા છે. જીવનના દરેક તબક્કે, માતાનો પ્રેમ અને માર્ગદર્શન આપણને અનુકૂળ બનાવે છે. માતા વિશે લખવું એટલે હ્રદયની ગહન લાગણીઓ વ્યક્ત કરવી, જેને શબ્દોમાં પકડવી એક કળા છે.
આ વિષયમાં, તમે માતાની મહાનતા અને તેના પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટેના સુંદર શાયરીઓ, સુવિચાર, પંક્તિઓ, જુની કહેવતો, અને સ્ટેટ્સ વાંચી શકશો. મા માટે બે શબ્દો કહેવા પણ હૃદયની ઊંડાઈથી આવે છે, અને આ શબ્દો માતાના અનંત પ્રેમને દર્શાવે છે.
ચાલો, મમતા અને પ્રેમના આ અનોખા યાત્રામાં ડુબકી મારીએ અને માને સમર્પિત અમુલ્ય વિચારો અને પંક્તિઓથી પ્રેરિત થઈએ. 🌸❤️
મા વિશે પંક્તિ, કહેવતો (Mother quotes in gujarati)
- માં તે માં બીજા બધા વગડાના વા
- એક મા સો શિક્ષકની ગરજ સારે છે
- મા તે મા
- માની ગરજ કોઈથી ના સરે
- મા કહેતા મોઢું ભરાય
- ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર
- જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે
- જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે
- આખો સાગર નાનો લાગે છે જ્યારે ‘મ’ને કાનો લાગે
- માં એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ
- ‘મા’ ની મમતાથી મોટુ આ દુનિયામાં કંઇ જ નથી
- વહેલી સવાર ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊઠે છે માં, મહેનત અને જવાબદારી
- જના પ્રેમને ક્યારેય પાખંડ નડે તેનું નામ માં
- માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલા સમુદ્ર કરતા પણ મીઠું હોય છે.
- માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
- ‘મા’ એ એવી ઋતુ છે જેની કદી પાનખર નથી હોતી
- ત્રણ જગતનો નાથ ‘મા’ વગર અનાથ
- મા એ ઇશ્વરની અમુલ્ય ભેટ છે.
- મા વગરનું બાળક એટલે સાંકળ વગરનો દરવાજો
- “જ્યાં મા છે ત્યાં પરમ તીર્થ છે.”
- “મા વગરનું ઘર સૂનું મંદિર છે.”
માના પ્રેમ વિશે પંક્તિઓ:
- “માના હાથની વેલણમાં સ્વર્ગના સ્વાદ રહેલા છે.
- “”મા એ જ જીવનનું સાચું તીર્થ છે, જ્યાં આરામ મળે છે.
- “”માના પ્રેમમાં વાત્સલ્ય છે, મમતા છે, અને અનંત શક્તિ છે.
- “”મા એ તારી છાયા છે, જે તને તડકામાં ભીંજવતી નથી.”
- “માને રડાવશો તો કદી સુખી નહિ થાઓ.”
- “માના પગ નીચે ચાર ધામ છે.”
- “માને રાજી કરવી એ જગત જીતવા જેવું છે.”
- “દુનિયામાં બધું મળે છે, પણ મા મળ્યા વગર જીવન અધૂરું છે.
- “”માના હ્રદયથી મોટું કોઈ જગત નથી.
- “”માને યાદ કરો તો ચહેરા પર સ્મિત અને હ્રદયમાં શાંતિ ઓટો થાય છે.
- “”માતા એ ભગવાનનું જીવંત રૂપ છે, જેનું કદી અપમાન ન કરવું.”
- “માંના આશીર્વાદથી જ જીવનના અંધકારમાં અજવાળું થાય છે.”
- “મા તો દરેક માટે દેવતા સમાન છે. મારી માટે તે બધું છે!”
મા વિશે કહેવતો સુવાકયો

મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત તો નસીબ લખવાનો હક મારી ‘મા’ને હોત
———🌻🌷🌻———
મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી માં જેવા જ જશે
———🌻🌷🌻———
મારવા માટે ઘણા રસ્તા છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે ‘મા’
———🌻🌷🌻———
મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે.
———🌻🌷🌻———
સદા આપે હુફને સાતા એનુ નામ જ જન્મદાતા
———🌻🌷🌻———
જેની ગોદમાં દિકરાને શાંતિ મળે એ ‘મા’ ,
જેના મિલનથી ‘મા’ની અશાંતિ ટળે એ દિકરો
———🌻🌷🌻———
અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે
અને ૫ૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.
———🌻🌷🌻———
ભગવાનને જયારે માનવીના ઘરમાં આવવાનું મન થયુ ત્યારે ‘મા’ બનીને આવ્યા
———🌻🌷🌻———
માતાના હૈયા આર્શીવાદ એ જ સંતાનની સાચી મુડી છે.
———🌻🌷🌻———
મા વિના સૂનો સંસાર, નમાયા નો શો અવતાર
———🌻🌷🌻———
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી નહી જડે રે લોલ
———🌻🌷🌻———
મા પર કહેવામાં આવેલા મહાનુભાવનું વાક્યો
દુનિયાની બધી ભાષાઓમાં ‘મા’ નો અર્થ ‘મા’ જ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર
—-🌻🌷🌻—-
હું આજે જે કંઇ પણ છું અથવા બનવાની આશા રાખું છું તેનો તમામ શ્રેય મારી માતાને જાય છે. – અબ્રાહમ લિંકન
—-🌻🌷🌻—-
બાળક જોઈ જેને રીઝે
રીઝે બાળક જોઈ જેને
વત્સલ મુરત સ્નેહલ સુરત
હૃદય હૃદય ના વંદન તને. – ઉમાશંકર જોશી
—-🌻🌷🌻—-
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે ?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી. – સુરેશ ઠાકર
—-🌻🌷🌻—-
મુખ થી બોલું માં ત્યારે સાચે જ બાળપણ સાંભરે
પછી મોટપણ ની મજા બધી કડવી લાગે કાગડા- દુલા ભાયા કાગ
—-🌻🌷🌻—-
હતો હુ સુતો પારણે પુત્ર નાનો,
રડુ છેક તો રાખતુ કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતુ,
મહા હેતવાળી દયાળી જ ‘મા’ તું – કવિ દલ૫ણરામ
—-🌻🌷🌻—-
મા એટલે મુંગા આર્શીવાદ, મા એટલે વ્હાલ તણો વરસાદ
મા એટલે અમૃત ઘોળ્યો દરિયો, મા એટલે દેવ ફરી અવતરીયો
મા એટલે જતન કરનારુ જડતર, મા એટલે વગર મુડીનું વળતર
મા એટલે વ્હાલ ભરેલો વિરડો, મા એટલે મંદિર કેરો દીવડો – દેવેન્દ્ર ભટ
—-🌻🌷🌻—-
જનનીની જોડ સખી નહી જડે રે લોલ – કવિ બોટાદકર
—-🌻🌷🌻—-
મા વિશે શાયરી (Mother Quotes in Gujarati)
જજબાત અલગ છે ૫ણ વાત તો એક જ છે ને
તેને મા કહુ કે ભગવાન વાત તો એક જ છે ને
—-🌻🌷🌻—-
આ લાખ રૂપિયા ૫ણ ઘુળ સમાન છે
એ એક રૂપિયા સામે
જે ‘મા’ આ૫ણને સ્કુલ જતી વખતે આ૫તી હતી
—-🌻🌷🌻—-
ભગવાન દરેક જગ્યાએ ૫હોચી નથી શકતો
એટલે તેને ‘મા’ ને બનાવી હશે
—-🌻🌷🌻—-
એક ‘મા’ જ એવી વ્યકિત છે જે કયારેય નારાજ નથી થતી
—-🌻🌷🌻—-
રુકે તો ચાંદ જૈસી હૈૈ, ચલે તો હવાઓ જૈસી હૈ
વહ માં હી હૈ, જો ઘુ૫ ભી છાંવ જેસી હૈ
—-🌻🌷🌻—-
મા એક એવી બેંક છે જયાં તમે બઘા દૂ:ખ જમા કરાવી શકો છો.
—-🌻🌷🌻—-
ઉંમર તો ‘માં’ની કુુુુુખમાં વઘે છે.
જન્મ લીઘા ૫છી તો બસ ઘટે છે.
—-🌻🌷🌻—-
કશુ બોલ્યા વગર ૫ણ આ૫ણા દૂ:ખને ઓળખી લે એ ‘મા’
—-🌻🌷🌻—-
નિષ્કર્ષ – માતાના પ્રેમનું અગાધ દરિયા
માતા વિશે કહેવા માટે ક્યારેય પૂરતું નથી, કારણ કે તે પ્રેમ, ત્યાગ અને મમતાનો જીવંત રૂપ છે. માથે હાથ ફેરવતી માતાના સ્પર્શથી જે શાંતિ મળે છે, તે જગતમાં અન્ય કયાંય મળી શકે તેમ નથી. જીવનમાં મહાનતાનું શીર્ષક હોય તો તે માતા જ છે, જે પોતાના બાળકો માટે ક્યારેય થાકતી નથી અને તેના પ્રેમની મર્યાદા કદી પૂરી થતી નથી.
આ લેખમાં અમે માતાની મહાનતા દર્શાવતી શાયરીઓ, પંક્તિઓ, અને વિચારો દ્વારા તેના અદ્દભુત મહત્વને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ શબ્દો માત્ર માતાની પ્રશંસા માટે નથી, પરંતુ તે દરેક જણને માને શ્રદ્ધાપૂર્વક યાદ કરવા પ્રેરિત કરે છે.
ચાલો, આપણે માતાને આશીર્વાદરૂપે જોઈએ, તેના માટે કૃતજ્ઞ રહીએ, અને તેના જીવનમાં સુખભર્યા ક્ષણો આપીને તેના ત્યાગને નમન કરીએ. માતા માટે પ્રેમ ક્યારેય ન ભૂલાય એવી અમુલ્ય મૂડી છે – તેને હંમેશા સાચવી રાખીએ. ❤️🙏